Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentફિલ્મ સ્ત્રી 2નું ખતરનાક ટીઝર રિલીઝ

ફિલ્મ સ્ત્રી 2નું ખતરનાક ટીઝર રિલીઝ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ત્રી વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર અને કોમેડી બંનેનું મિશ્રણ હતું. અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠીએ પણ આ ફિલ્મમાં કોમેડીનો ડોઝ આપ્યો હતો. આ ફિલ્મની સફળતા પછી નિર્માતાઓએ સ્ત્રી 2 ની જાહેરાત કરી. આજે Stree 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

ટીઝર કેવું છે

રાજકુમાર રાવે ઈન્સ્ટાગ્રામ પર ‘સ્ત્રી 2’નું ટીઝર શેર કર્યું છે. શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું- ‘ચંદેરીમાં ફરી એકવાર આતંક ફેલાયો…સ્ત્રી 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે…તે આવી રહી છે – ઓગસ્ટ 2024.’ ‘સ્ત્રી 2’માં આ વખતે રાજકુમાર રાવ સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ચંદેરી શહેરમાં થઈ રહ્યું છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર મુંબઈ એરપોર્ટ પર શૂટિંગ માટે જોવા મળી હતી. એટલું જ નહીં, તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં ચંદેરી જવાની માહિતી પણ આપી હતી.

વર્કફ્રન્ટ

તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ત્રી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.  ‘સ્ત્રી 2’ ના ટીઝરે ચોક્કસપણે ચાહકોનો ઉત્સાહ થોડો વધારી દીધો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર છેલ્લે રણબીર કપૂર સાથે ‘તુ જૂઠી મેં મક્કર’માં જોવા મળી હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકુમાર રાવની વાત કરીએ તો તે છેલ્લે 24 માર્ચ, 2023ના રોજ રિલીઝ થયેલી ‘ભીડ’માં જોવા મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular