Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ

WTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ

સાઉધમ્પ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચને હવે ચાર દિવસ બાકી છે. આ ફાઈનલ જીતનાર ટીમને કેટલી ઈનામી રકમ મળશે એની જાહેરાત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ કરી છે. વિજેતા ટીમને 16 લાખ યૂએસ ડોલરનું રોકડ ઈનામ મળશે અને તે ટીમના કેપ્ટનને ‘ટેસ્ટ મેસ’ એટલે કે ‘ટેસ્ટ ગદા’ પણ મળશે.

ફાઈનલમાં હારી જનાર ટીમને આપવામાં આવશે 8 લાખ ડોલર. ધારો કે મેચ ડ્રો કે ટાઈ તરીકે સમાપ્ત થશે તો 16 લાખ ડોલરનું ઈનામ બંને ટીમને સરખે ભાગે વહેંચી દેવામાં આવશે. એવી જ રીતે, ટેસ્ટ ગદા પણ બંને કેપ્ટન વચ્ચે વહેંચી દેવાશે (ગદા રાખવાના સમયની વહેંચણી). બંને ટીમ વચ્ચે 18 જૂનથી અહીંના એજીસ બોલ સ્ટેડિયમના મેદાન પર મુકાબલો થવાનો છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે મેદાન પર ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને બે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ પણ રમી લીધી છે. કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમ યજમાન ઈંગ્લેન્ડને બે-ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી હરાવીને સાઉધમ્પ્ટન પહોંચી ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular