Monday, May 19, 2025
Google search engine
HomeNewsSportsWTC ફાઈનલઃ પહેલો દિવસ વરસાદને નામે રહ્યો

WTC ફાઈનલઃ પહેલો દિવસ વરસાદને નામે રહ્યો

સાઉધમ્પ્ટનઃ આગાહી કરાઈ હતી તે મુજબ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચનો આજે પહેલો દિવસ વરસાદે ધોઈ નાખ્યો. એજીસ બોલ કે રોઝ બોલ કે હેમ્પશાયર બોલ મેદાન ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચમાં વરસાદે આજે ટોસ પણ ઉછાળવા ન દીધો. જોકે આઈસીસી દ્વારા આ મેચ માટે 23 જૂને રિઝર્વ દિવસ પણ રખાયો હોવાથી આ મેચ હજી પણ પાંચ દિવસની જ રહેશે.

લંચ સમય બાદ વરસાદ અટક્યો હતો, પણ ત્યારબાદ ફરી શરૂ થયો હતો અને મેચ અધિકારીઓએ નિર્ણય લીધો હતો કે હવે આજે ગેમ જરાય રમાડી શકાય એમ નથી. હવે આવતીકાલે 98 ઓવર નાખવાની રહેશે. મેચ સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular