Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsIPL 2025માં ફરી કેપ્ટન બનશે વિરાટ કોહલી? ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન

IPL 2025માં ફરી કેપ્ટન બનશે વિરાટ કોહલી? ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન

IPL 2025 માર્ચમાં શરૂ થવા જઈ રહી છે. બધી ફ્રેન્ચાઈઝીઓ આગામી સિઝન માટે તૈયારીઓ કરી રહી છે. આ વખતે લગભગ બધી ટીમો મોટા ફેરફારો સાથે આવશે. ફેન્સની નજર RCB પર પણ ટકેલી છે. RCB પાછલા 17 વર્ષથી IPL જીતી રહ્યું નથી. એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલી RCBનો નવો કેપ્ટન હશે. ફ્રેન્ચાઈઝીએ તેના નવા કેપ્ટન સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચાઇઝી દ્વારા ‘કેપ્ટન્સી મટિરિયલ’ પર પૈસા ખર્ચવામાં કંજૂસાઈ જોવા મળી હોનાની પણ વાત કરવામાં આવી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે RCB ટીમે ઋષભ પંત અથવા કેએલ રાહુલ પર વધારે પૈસા ન લગાવ્યા. મેગા ઓક્શન પછી એવા સમાચાર હતા કે, વિરાટ કોહલી ફરીથી RCBનું નેતૃત્વ કરશે, પરંતુ હવે આ સમગ્ર મામલે RCB ફ્રેન્ચાઇઝના COO એ મોટો ખુલાસો કર્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે RCB ના COO રાજેશ મેનને ખુલાસો કર્યો કે, તેમની ટીમમાં ઘણા લીડર છે અને હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. મેનને કહ્યું કે, હાલ અમે કંઈ નક્કી કર્યું નથી, અમારી ટીમમાં ઘણા લીડરો છે. જેમાંથી 4-5 લીડરો ધ્યાનમાં છે, તેમના વિશે અમે હાલમાં કાંઈ વિચાર્યુ નથી. આ વિશે અમે વિચાર વિમર્શ કરીશું અને પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. કોહલી IPL ઇતિહાસમાં ત્રીજા સૌથી અનુભવી કેપ્ટન છે. તેમણે 143  મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું છે અને તેમની જીતની ટકાવારી 48.56 રહી છે. તેમણે 2016 ની આવૃત્તિમાં RCB ને ફાઇનલમાં પહોંચાડી હતી. જ્યાં તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારી ગયા હતા.

IPL મેગા ઓક્શન 2025 માં ખરીદાયેલા ખેલાડીઓ અંગે રાજેશ મેનને કહ્યું કે અમે આ વાતને લઈને એકદમ સ્પષ્ટ હતા કે અમારા પાસે ક્યા પ્રકારની કમી છે અને અમારે શું પૂર્ણ કરવાનું છે અને અમે ક્યા પ્રકારની ભારતીય કોર ટીમ બનાવવાની જરૂર છે, અને જો તમે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવા હોવ, તો અમારે કેવા પ્રકારના બોલિંગ આક્રમણની જરૂર છે. અમે અમારી ટીમ માટે તે જ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી 2008 થી RCBનો ભાગ છે. તેને ઘણા વર્ષોથી આ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. પરંતુ રન મશીન એક પણ વાર પણ તેની ટીમને ચેમ્પિયન બનાવી શક્યું નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular