Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsSportsઅનુષ્કા-વિરાટ આવતા જાન્યુઆરીમાં મમ્મી-પપ્પા બનશે

અનુષ્કા-વિરાટ આવતા જાન્યુઆરીમાં મમ્મી-પપ્પા બનશે

મુંબઈઃ આજના દિવસના સૌથી શ્રેષ્ઠ ગૂડ ન્યૂઝ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા તરફથી મળ્યા. એમણે સોશિયલ મિડિયા પર જાણકારી આપી કે અનુષ્કા ગર્ભવતી છે. બંને જણ પહેલી જ વાર માતા-પિતા બનશે.

અનુષ્કાએ આજે સવારે જાહેરાત કરી હતી કે તે એનાં ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે એમનાં પ્રથમ સંતાનનાં આગમનની રાહ જોઈ રહ્યાં છે.

સ્ટાર દંપતીએ 2017માં 11મી ડિસેંબરે લગ્ન કર્યા હતા.

અનુષ્કા અને વિરાટ, બંનેને પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરી છે જેમાં અનુષ્કાનું પેટ ગર્ભધારણથી ફૂલી ગયેલું જોઈ શકાય છે.

32 વર્ષીય અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છેઃ ‘અને ત્યારે અમે બેનાં ત્રણ થઈશું… 2021ના જાન્યુઆરીમાં આગમન થશે.’

2017ના ડિસેંબરમાં ઈટાલીમાં એક ખાનગી સમારંભ યોજીને લગ્ન કર્યા એના ચાર વર્ષ પહેલાં કોહલી અનુષ્કાને પહેલી વાર મળ્યો હતો. એ વખતે બંને જણ એક કમર્શિયલ જાહેરખબરના શૂટિંગ માટે ભેગાં થયા હતા.

અનુષ્કા છેલ્લે 2018માં રોમેન્ટિક ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી.

31 વર્ષીય વિરાટ કોહલી હાલ આઈપીએલ-2020 સ્પર્ધા રમવા માટે યૂએઈ ગયો છે. એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો કેપ્ટન છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular