Thursday, May 15, 2025
Google search engine
HomeNewsSportsGGના બે કોચ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાતે

GGના બે કોચ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાત જાયન્ટ્સ (GG)ના હેડ કોચ માઇકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બેએ અમદાવાદ શાંતિગ્રામમાં અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. એકેડમીમાં કોચની આ પ્રથમ મુલાકાત હતી. અદાણી એકેડમીમાં છથી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. પ્રેક્ટિસ કરતા યુવા ખેલાડીઓની પ્રેક્ટિસ જોઈ એમણે ભવિષ્યના ક્રિકેટર સાથે ચર્ચા પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયન કોચ ક્લિન્ગરે આ મુલાકાત અંગે કહ્યું હતું કે અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીઝમાં સુવિધાઓ શાનદાર છે. યુવા ટેલેન્ટને તૈયાર કરવા માટે તમામ સુવિધાઓને કાળજીપૂર્વક મેઇન્ટેઇન કરવાથી લઈ એડવાન્સ ટ્રેનિંગ સાધનો સુધી તમામ પાસાં પર અહીં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યુવા ખેલાડીઓ અને એથ્લિટ્સ સાથે વાત કરવાનો આનંદ થયો. આ ખેલાડીઓ આવનારા સમયમાં પ્રદર્શન સાથે મોટા સ્તરે પહોંચશે. આશા છે તેઓ આગામી સમયમાં ગુજરાત જાયન્ટ્સ અને કદાચ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે.

ક્લિન્ગરના નિવેદનને સમર્થન આપતાં કોચ પ્રવીણ તામ્બેએ કહ્યું હતું કે અદાણી સ્પોર્ટ્સલાઈન એ એકેડમીઝ માટેના માપદંડ ઉચ્ચ સ્તરે પહોંચાડ્યા છે. અહીં રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ખેલાડીઓના વિકાસ અને પ્રદર્શનને ઉચ્ચ સ્તરે પહોંચવા અનુરુપ માહોલ તૈયાર કરે છે. આ સેન્ટર ઓફ એક્સેલેન્સમાં જોવા મળી રહેલી મહેનત, જુસ્સા અને રમત સંબંધિત બારીકાઈ એ ઘણા માટે પ્રેરણારૂપ છે.

યુવા ખેલાડીઓ માટે બંને કોચની આ મુલાકાત એક અનોખી તક સમાન છે. ખેલાડીના વાલીએ આ અંગે જણાવ્યું હતું કે આ એકેડમીમાં ખેલાડીઓ માટે શાનદાર અનુભવ રહ્યો. તેમની પાસે શાનદાર અનુભવ અને રમતનું જ્ઞાન છે, તેમના થકી રમત અંગેની જે સમજ બાળકોને મળી હશે તે તેમના કરિયરને આગળ વધારવા અને શીખવા માટે ઘણી મદદરૂપ રહેશે.

શાંતિગ્રામની એકેડમી અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સંચાલિત એકેડમી છે. જેના અમદાવાદમાં બે અન્ય ટ્રેનિંગ સેન્ટર છે. છેલ્લાં અમુક વર્ષોમાં આ વ્યવસ્થા વિવિધ રમતોમાં યુવા એથ્લિટ્સને ટ્રેનિંગ આપવા માટે મજબૂત ટ્રેનિંગ કેન્દ્ર તરીકે ઊભરી આવ્યાં છે. અદાણી એકેડમી એ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં અનુભવી પ્રોફેશનલ્સ દ્વારા ખેલાડીઓને સ્કિલ્સને વધુ મજબૂત કરવાની તક મળે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular