Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsપસંદગીકારોએ ટીમ ઇન્ડિયામાં સ્પિનરો પર દારોમદાર રાખ્યો

પસંદગીકારોએ ટીમ ઇન્ડિયામાં સ્પિનરો પર દારોમદાર રાખ્યો

નવી દિલ્હીઃ આશરે બે વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટ ફેન્સને રાજસ્થાનના જોધપુરના લેગ સ્પિનરે તેની બોલિંગથી પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું હતું. રવિ બિશ્નોઈએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર-219 વિશ્વ કપમાં 17 વિકેટ લીધી હતી અને મોટા ભાગના બેટ્સમેનોમાં પોતાનો ડર બેસાડતાં ફાઇનલમાં બંગલાદેશ સામે ભારતને પહોંચાડ્યું હતું. આ ઉપરાંત તેણે IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતાં 23 મેચોમાં 24 વિકેટ ખેરવી હતી અને હવે બે સીઝન IPLમાં રમ્યા પછી પોતાના સાતત્યભર્યા દેખાવથી પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરીને આગામી વેસ્ટ ઇન્ડિઝ સામે સિનિયરોની ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

હવે IPLની આગામી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને રૂ. ચાર કરોડમાં હાયર કરી લીધો છે. દક્ષિણ આફ્રિકામાં વનડે મેચોમાં વાસ્તવિક રીતે શી સમસ્યા હતી, એને પસંદગીકારોએ શોધી કાઢી હતી. તેમને આ માટે 20 મહિનાનો સમય લાગ્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે 10-40ની  મધ્યમ ઓવરોમાં પિચ સૂકી હોવાથી બોલરો વિકેટ નથી લઈ શકતા, જેથી તેમણે એ માટે સ્પિનરો કુલદીપ અને રવિને ટીમમાં સ્થાન આપ્યું છે. કુલદીપ યાદવ પણ હવે ઘૂંટણની ઇજામાંથી બહાર આવી ચૂક્યો છે. આ ઉપરાંત કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકામાં તેના ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે.

આ ઉપરાંત પસંદકારોએ મધ્ય પ્રદેશના અવેશ ખાનની વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ માટે પસંદગી કરી છે, કેમ કે તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ વતી છેલ્લી ઓવરોમાં યોર્કર અને રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોને પસંદ કર્યા હતા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular