Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપની નવી જર્સી લોન્ચ

ટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપની નવી જર્સી લોન્ચ

મુંબઈઃ T20 વર્લ્ડ કપ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી બચ્ચા છે, ત્યારે ભારતીય ટીમે IPL લીગમાં જ વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. ટીમના બધા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે, ત્યારે BCCI એ 13 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયામા નવી જર્સી લોન્ચ કરી દીધી છે. ટીમ ઇન્ડિયાની જર્સી બિલિયન ચિયર્સ જર્સીના નામથી લોન્ચ કરવામાં આવી છે. વળી, ટીમ ઇન્ડિયાની જર્સી દુબઈના મશહૂર બુર્જ ખલિફા બિલ્ડિંગના લાઇટ શોમાં પણ છવાયેલી રહી હતી. BCCIએ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં નવી જર્સી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા હવે નવી જર્સી પહેરીને જોમ-જુસ્સાથી વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે. BCCIએ ટ્વિટર પર ટીમના પાંચ મહત્ત્વના ખેલાડીઓની સાથે જર્સી લોન્ચ કરી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી, હિટમેન રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ નવી જર્સીમાં છે.

આ ફોટો શેર કરતાં BCCIએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે બિલિયન ચિયર્સ જર્સી. આ જર્સીની પેટર્ન ટીમના કરોડો પ્રશંસકો દ્વારા કરવામાં આવતા ચિયર્સ છે. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જે 14 નવેમ્બર સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન છે.  ટીમ ઇન્ડિયા નવી જર્સી પહેરીને પાકિસ્તાન સામે ટકરાશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન ક્યારેય ભારતીય ટીમને હરાવી નથી શક્યું. આવામાં ફરી એક વાર ભારતીય ટીમ રેકોર્ડ કાયમ રાખવા માગશે અને ઇતિહાસનું પુનરાવર્તન કરશે.

આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નવી જર્સી લોન્ચ કરી હતી. ભલે T20વર્લ્ડ કપ UAEમાં થવાનો હોય, પણ એનું સંચાલન ભારત કરી રહ્યું છે. બધા ખેલાડીઓની જર્સી પર ICCના લોગો ટુર્નામેન્ટના નામ નીચે ઇન્ડિયા લખેલું દેખાં દેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular