Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsવોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ-રનથી હરાવ્યું

વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ-રનથી હરાવ્યું

બ્રિસ્બેનઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઓચિંતી એન્ટ્રી કરતાં અને મેચની છેલ્લી ઓવરમાં એણે ત્રણ વિકેટ લેતાં અને એક બેટરને રનઆઉટ કરતાં ભારતે આજે અહીં ગાબા મેદાન ખાતે રમાઈ ગયેલી આઈસીસી મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-રનથી પરાજય આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 186 રન કર્યા હતા. કે.એલ. રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રન કર્યા હતા. તેના જવાબમાં, ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાને જીત માટે આખરી બે ઓવરમાં 16 રન કરવાની જરૂર હતી. હર્ષલ પટેલે 19મી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. શમીએ ફેંકેલી આખરી ઓવરમાં છેલ્લા ચાર બોલમાં ચાર વિકેટ પડી હતી. એક બેટર રનઆઉટ થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular