Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsSportsભારત-પાકિસ્તાન જેમ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટો પણ સોલ્ડ-આઉટ

ભારત-પાકિસ્તાન જેમ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટો પણ સોલ્ડ-આઉટ

સિડનીઃ આઈસીસી યોજિત આગામી મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધા 16 ઓક્ટોબર શરૂ થશે અને સુપર-12 રાઉન્ડનો આરંભ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 22 ઓક્ટોબરથી થશે. આ જ મેદાન પર 22 ઓક્ટોબરે આરોન ફિન્ચની આગેવાની હેઠળની યજમાન ઓસ્ટ્રેલિયન ટીમ અને કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે રમાનાર મેચની ટિકિટો પૂરેપૂરી વેચાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપનું વર્તમાન ચેમ્પિયન છે.

23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સુપર-12 રાઉન્ડ મેચ રમાવાની છે અને તેની ટિકિટો પણ સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular