Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsબાળકોની મફત હાર્ટ સર્જરીની ઝુંબેશમાં સુનીલ ગાવસકર જોડાયા

બાળકોની મફત હાર્ટ સર્જરીની ઝુંબેશમાં સુનીલ ગાવસકર જોડાયા

મુંબઈઃ હૃદયની બીમારીથી પીડાતા બાળકોની મફત હાર્ટ સર્જરીના ઉમદા કાર્યની ઝુંબેશમાં દંતકથા સમાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર જોડાયા છે. પડોશના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરમાં શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટર ફોર ચાઈલ્ડ હાર્ટ કેર સંસ્થામાં કોન્જેનિયલ હાર્ટ ડિસીઝ (સીએચડી)થી પીડાતા બાળકોની મફત પીડિયાટ્રિક હાર્ટ સર્જરી કરવા માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સંસ્થાએ રૂ. 2 કરોડ 17 લાખનું ભંડોળ એકત્ર કર્યું છે.

અનેક જનજાગૃતિ ઝુંબેશ અને નોન-પ્રોફિટ કાર્યક્રમો મારફત CHD માટે સહાયરૂપ થવાની ગાવસકર હિમાયત કરે છે. તેઓ હવે રોટરી ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ સંસ્થા સાથે પણ જોડાયા છે. આ સંસ્થાના પ્રમુખ નીતિન મહેતાએ સીએચડી બીમારીથી પીડાતા આશરે 150 બાળકોને નવું જીવન અપાવવા માટે રૂ. 2.17 કરોડની રકમ એકત્ર કરી છે. એક અંદાજ મુજબ, દર વર્ષે આશરે અઢી લાખ જેટલા બાળકો હૃદયની તકલીફો સાથે જન્મ લેતા હોય છે. એમાંના માત્ર 50,000 જેટલાની જ તબીબી સારવાર કરાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular