Saturday, May 24, 2025
Google search engine
HomeNewsSportsશમીની 200-વિકેટ પૂરીઃ સફળતાનું શ્રેય પિતાને આપ્યું

શમીની 200-વિકેટ પૂરીઃ સફળતાનું શ્રેય પિતાને આપ્યું

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનું પલડું પહેલી ટેસ્ટમાં ભારે છે. પહેલી ટેસ્ટના ત્રીજા દિવસની રમતને અંતે દક્ષિણ આફ્રિકાની ટીમને 197 રનમાં સમેટાઈ હતી, જેમાં મોહમ્મદ શમીની મહત્ત્વની ભૂમિકા હતી. શમીએ પાંચ વિકેટ લેવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પણ પૂરી કરી હતી. શમીએ તેની સફળતાનું શ્રેય પિતાને આપ્યું હતું. શમીએ તેની કેરિયરમાં છઠ્ઠી વાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. શમીએ તેની 55મી ટેસ્ટમાં 200 વિકેટના આંકડાને હાંસલ કર્યો હતો. આ મામલે તે ત્રીજો સૌથી ઝડપી ભારતીય બોલર છે. કપિલ દેવે 50મી અને જાવાગલ શ્રીનાથે 54 ટેસ્ટમાં એ આંકડો પાર કર્યો હતો.  

શમીએ જણાવ્યું હતું કે કેવી રીતે પિતાએ વર્લ્ડ ક્રિકેટમાં તેની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પિતાના ટેકા વગર હું આ મુકામે પહોંચી ના શકત, એમ તેણે કહ્યું હતું. શમી યુપીના અમરોહાનો રહેવાસી છે. 2017માં ફાની દુનિયા છોડી ચૂક્યા પિતા શમીને પ્રતિદિન 30 કિમી સાઇકલ પર કોચિંગ કેમ્પ લઈ જતા હતા.

ભારતના જસપ્રીત બુમરાહએ પ્રારંભમાં જ પાંચમા બોલમાં કેપ્ટન ડીન એલ્ગરને આઉટ કર્યો હતો. એ પછી શમીએ લંચ પછી ત્રીજા બોલમાં કિગન પિટરસનને આઉટ કર્યો હતો. એ પછી તેણે એડેન માર્કરામ (13)ને આઉટ કર્યો હતો. બીજા સેશનમાં મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે એક-એક વિકેટ કાઢી હતી.

ટીમ ઇન્ડિયાનો પહેલી ઇનિંગ્સમાં 327 રને ઓલઆઉટ થઈ હતી, જ્યારે યજમાન ટીમ 197 રન ઓલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા રમતના અંતે 16 રને એક વિકેટ ગુમાવી હતી, જ્યારે 146 રનની લીડ મળી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular