Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsSportsસાનિયા-શોએબની જાહેરાતઃ ટૂંક સમયમાં એકત્ર જોવા મળશે

સાનિયા-શોએબની જાહેરાતઃ ટૂંક સમયમાં એકત્ર જોવા મળશે

હૈદરાબાદઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને એના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક છૂટાછેડા લેવાના છે એવા અહેવાલોને ખોટા પાડતી એક મોટી જાહેરાત આ દંપતીએ કરી છે. એમણે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ સૌને એકત્ર થયેલાં દેખાશે. બંને જણ કોઈક ટીવી ટોકશો લઈને આવી રહ્યાં છે.

જોકે એમણે ટોક-શોનું નામ આપ્યું નથી. એવી ચર્ચા છે કે શોનું નામ ‘ધ મિર્ઝા મલિક શો’ હશે. એ શોનું કથિત પોસ્ટર પણ વાઈરલ થયું છે. આ શો પાકિસ્તાની ટીવી ચેનલ પર પ્રસારિત કરાશે. શોએબે ગયા માર્ચ મહિનામાં જ ‘ધ મિર્ઝા મલિક’ શોનો ઉલ્લેખ કર્યો હતો અને એનો ફર્સ્ટ લુક પણ ઈન્ટરનેટ પર શેર કર્યો હતો. એણે કહ્યું હતું કે ‘ધ મિર્ઝા મલિક’ પાકિસ્તાનમાં પ્રથમ ઉર્દૂ ઓટીટી પ્લેટફોર્મ ‘ઉર્દૂફ્લિક્સ’ પર રિલીઝ કરવામાં આવશે.

શોએબ અને સાનિયાનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને બેઉ ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે એવી વાતો પાકિસ્તાની મીડિયામાં જ ફેલાઈ છે. એક અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે શોએબ આયશા ઉમર નામની એક મોડેલનાં ચક્કરમાં હોવાથી સાનિયા સાથેનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. જોકે સાનિયા કે શોએબે આ અફવા વિશે કોઈ જ સત્તાવાર રીતે નિવેદન બહાર પાડ્યું નથી. પરંતુ નવા ટોકશોની ઘોષણા કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular