Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsIPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો

IPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-14ની મોટા જુમલાવાળી અને રોમાંચક લીગ મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4-રનથી પરાજય આપ્યો હતો. વિકેટકીપર-કેપ્ટન કે.એલ. રાહુલની પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 221 રનનો ડુંગર ખડકી દીધો હતો. તેના જવાબમાં વિકેટકીપર-કેપ્ટન સંજુ સેમસનની રાજસ્થાન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 217 રન કરી શકી હતી. પંજાબ ટીમના રાહુલે 50 બોલમાં પાંચ છગ્ગા, સાત ચોગ્ગા સાથે 91 રન કર્યા હતા તો સેમસને 63 બોલમાં 119 રન ઝૂડી કાઢ્યા હતા. એણે 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા, પણ મેચના છેલ્લા બોલે તે આઉટ થઈ જતાં પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. છેલ્લા બોલમાં જીત માટે રાજસ્થાનને 6 રનની જરૂર હતી, પણ ડાબોડી મધ્યમ ઝડપી બોલર અર્શદીપ સિંહે ફેંકેલા બોલમાં સેમસન એક વધુ જબ્બર ફટકો માર્યો હતો, પણ લોંગ ઓફ્ફ પર બાઉન્ડરી લાઈન પર હુડાએ તેનો કેચ પકડી લીધો હતો. ‘મેન ઓફ ધ મેચ’ના એવોર્ડ માટે સેમસનની જ પસંદગી કરાઈ હતી. આઈપીએલમાં કેપ્ટન તરીકે સેમસનની આ પહેલી જ મેચ હતી.

આ મેચમાં પંજાબ કિંગ્સના બેટ્સમેન દીપક હુડાએ નવી જ કમાલ કરી હતી. એણે માત્ર 28 બોલમાં 64 રન ફટકાર્યા હતા. જેમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા હતા. આમ, 52 રન તો એણે ચોગ્ગા-છગ્ગામાં જ ફટકાર્યા હતા. 10મી ઓવરમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરતાવેંત જ હુડાએ આક્રમક ફટકાબાજી શરૂ કરી દીધી હતી. એણે 20 બોલમાં 1 ચોગ્ગો, છ છગ્ગા સાથે પોતાની હાફ સેન્ચૂરી પૂરી કરી હતી. આઈપીએલમાં 23થી ઓછા બોલમાં હાફ સેન્ચૂરી કરનાર તે પહેલો જ અનકેપ બેટ્સમેન બન્યો છે. હુડાએ 2015માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 22 બોલમાં હાફ સેન્ચૂરી ફટકારી હતી. એ દિવસે પણ 12મી એપ્રિલ હતી. આમ, ગઈ કાલે 12મી એપ્રિલે એ ફરી આક્રમક બન્યો.

(ડાબે) દીપક હુડા, (જમણે) સંજુ સેમસન
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular