Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsસાઇના નેહવાલ અને સિદ્ધાર્થનો ટ્વીટ-વિવાદ ચરમસીમાએ

સાઇના નેહવાલ અને સિદ્ધાર્થનો ટ્વીટ-વિવાદ ચરમસીમાએ

નવી દિલ્હીઃ મશહૂર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને એક્ટર સિદ્ધાર્થની ટિપ્પણીએ વિવાદ વકર્યો છે. સાઇનાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને મુદ્દે તેણે જે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પર સિદ્ધાર્થે ભદ્દી ટિપ્પણી કરી હતી.

સિદ્ધાર્થ ટિપ્પણી માટે સારા શબ્દોનો ઉપયોગ કરી શકતો હતો. સિદ્ધાર્થની સાઇનાની ટ્વીટ પરની ટિપ્પણીની ખૂબ ટીકા થઈ રહી છે. સાઇના ભાજપની સભ્ય છે. તેણે કહ્યું હતું કે મને નથી માલૂમ કે એનો શો અર્થ થાય? તે સારા શબ્દોથી એની વાત કરી શકતો હતો, પણ તેણે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કર્યું.

સાઇનાએ કહ્યું હતું કે જો વડા પ્રધાનની સુરક્ષાનો એક મુદ્દો છે તો મને નથી માલૂમ કે દેશમાં શું સુરક્ષિત છે.  મહિલા પંચે કહ્યું હતું કે આ મામલો ગંભીરતાથી લેતાં રેખા શર્માએ ટ્વિટર ઇન્ડિયાના સ્થાનિક ફરિયાદ અધિકારીને પત્ર લખીને કહ્યું હતું કે સિદ્ધાર્થનું ટ્વિટર એકાઉન્ટ તત્કાળ બ્લોક કરવામાં આવે.

સાઇના હાલ ઇન્ડિયા ઓપન 2022ની તૈયારીઓમાં લાગેલી છે, જેનું આયોજન 11 જાન્યુઆરીથી નવી દિલ્હીમાં થશે. સાઇનાના ટ્વીટ પર એક્ટર સિદ્ધાર્થે લખ્યું હતું કે વિશ્વની નાની… ચેમ્પિયન…ઇશ્વરનો આભાર છે કે અમારી પાસે ભારતના રક્ષક છે. એ પછી સિદ્ધાર્થે હેશટેગ રિહાના લખ્યું હતું.

જોકે સિદ્ધાર્થે સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. તેનું કહેવું હતું કે તેનો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular