મુંબઈઃ દંતકથાસમાન ક્રિકેટર અને ભારત રત્ન સમ્માનિત સચીન તેંડુલકરની સુંદર પુત્રી સારા સોશિયલ મિડિયાની ફેવરિટ બની ગઈ છે. એને બિરદાવતાં અનેક ફેન પેજીસ છે. સારાએ એક જાણીતી ક્લોધિંગ બ્રાન્ડ માટે મોડેલિંગ કરીને ગ્લેમરસ જગતમાં પા પા પગલી માંડી છે.
સારાએ પોતાનાં ડેબ્યૂ પ્રમોશનલ મોડેલિંગનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોએ ધમાલ મચાવી દીધી છે. એમાં તે બોલીવુડ અભિનેત્રી બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે જોવા મળે છે. આ વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થયો છે. સારા તેંડુલકરે પ્રતિષ્ઠિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લીધું હતું અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે એ લંડનની યૂનિવર્સિટી કોલેજમાં જોડાઈ હતી. સચીન તેંડુલકર અને અંજલિ મહેતાએ 1995ની 24 મેએ મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. દંપતીને બે સંતાન છે – સારા અને પુત્ર અર્જુન.