Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsરોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનાં જન્મદિવસની ખુશીમાં બુર્જ-ખલીફાને રોશનીથી શણગારાવ્યું

રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનાં જન્મદિવસની ખુશીમાં બુર્જ-ખલીફાને રોશનીથી શણગારાવ્યું

દુબઈઃ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્સને તેનાં જન્મદિવસ નિમિત્તે એક યાદગાર ભેટ આપી હતી. રોનાલ્ડોએ દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાને રોશનીથી ઝગમગાવી હતી. લેસર શૉ દ્વારા ઈમારત પર જ્યોર્જિનાનો ચહેરો દર્શાવાયો હતો. આ માટે રોનાલ્ડોએ 50 હજાર પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. 36 વર્ષીય રોનાલ્ડો 37 લાખ પાઉન્ડની કિંમતની સંપત્તિનો માલિક છે. એણે ગુરુવારની રાતે દુબઈના હાર્દ વિસ્તારમાં આવેલા બુર્જ ખલીફા ટાવર પર 30-સેકંડનો એક વિડિયો સ્ટ્રીમ કર્યો હતો. તે વિડિયોમાં એની 28 વર્ષીય ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાની તસવીરો અને વિડિયોનો સમાવેશ કરાયો હતો. ‘હેપ્પી બર્થડે જિઓ’ લખાણ સાથે વિડિયો સમાપ્ત થયો હતો.

આર્જેન્ટિનામાં જન્મેલી જ્યોર્જિના અને રોનાલ્ડો 2016માં પહેલી વાર મળ્યાં હતાં. બંને જણ 2017થી સાથે રહે છે. રોનાલ્ડોને જ્યોર્જિનાથી આઠ વર્ષનો એક પુત્ર થયો છે. પરિવાર હાલ રજા માણવા દુબઈમાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular