Friday, July 18, 2025
Google search engine
HomeNewsSportsરોજર બિન્ની છે હવે ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ

રોજર બિન્ની છે હવે ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા, 36મા પ્રમુખ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીની વરણી કરવામાં આવી છે. તેઓ સૌરવ ગાંગુલીના અનુગામી બન્યા છે. બિન્ની 1983માં કપિલ દેવની આગેવાની હેઠળ પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ સર્જનાર ટીમના એક સભ્ય હતા.

બીસીસીઆઈની આજે અત્રે યોજાઈ ગયેલી 91મી વાર્ષિક સામાન્ય સભામાં બિન્નીના નામને મ્હોર મારવામાં આવી હતી. આ પદ માટે બિન્ની સિવાય બીજા કોઈએ ઉમેદવારી નોંધાવી નહોતી. ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈના પ્રમુખપદે રહ્યા હતા. બીસીસીઆઈના સેક્રેટરી પદે જય શાહને ચાલુ રખાયા છે. જ્યારે મુંબઈમાં ભાજપના નેતા આશિષ શેલારને ક્રિકેટ બોર્ડના નવા ખજાનચી બનાવવામં આવ્યા છે. રાજીવ શુક્લા બોર્ડના ઉપપ્રમુખ છે જ્યારે દેવાજિત સૈકિયા જોઈન્ટ સેક્રેટરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular