Monday, July 7, 2025
Google search engine
HomeNewsSportsભારતની હાર સાથે હેડ કોચ તરીકે દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત

ભારતની હાર સાથે હેડ કોચ તરીકે દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત

મુંબઈઃ ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારતીય ટીમની કમનસીબ હારની કિંમત હેડ કોચ રાહુલ દ્રવિડે પણ ભોગવવી પડી છે. એમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમને હવે નવા હેડ કોચ મળશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2021ના નવેમ્બરમાં બે વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ સાથે એ કોન્ટ્રાક્ટ પણ પૂરો થયો છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં જીતી હોત તો દ્રવિડનો કોન્ટ્રાક્ટ રીન્યૂ થાત, પરંતુ હવે ભારતીય ટીમ હારી ગઈ છે એટલે ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ રીન્યૂ કરે એવી ધારણા ઓછી છે.

ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં એમને તેમના કોન્ટ્રાક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ‘મેં એ વિશે વિચાર્યું નથી. સમય આવ્યે વિચારીશ. ભવિષ્યમાં શું બનશે એ વિશે મેં કંઈ વિચાર્યું નથી. મેં મારું સઘળું ધ્યાન વર્લ્ડ કપ-2023 પર અને ભારતીય ટીમ તે જીતે એની પર કેન્દ્રિત કર્યું હતું.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular