Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsહેડ-કોચ પદ માટે રાહુલ દ્રવિડે અરજી નોંધાવી

હેડ-કોચ પદ માટે રાહુલ દ્રવિડે અરજી નોંધાવી

બેંગલુરુઃ ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે દેશની સિનિયર મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ પદ માટે અરજી નોંધાવી દીધી છે. દ્રવિડ હાલ બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના વડા છે. આ સંસ્થાના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, દ્રવિડે ટીમ ઈન્ડિયાના વડા કોચ બનવા માટે અરજી નોંધાવી દીધી છે. દરમિયાન, એનસીએના વડા તરીકે દ્રવિડના અનુગામી બનવાની રેસમાં ભૂતપૂર્વ બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણ મોખરે છે. આ વિશે બીસીસીઆઈ અને લક્ષ્મણ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Rahul Dravid .

ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રીની મુદત હાલ રમાઈ રહેલી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે જ પૂરી થશે. વિરાટ કોહલી પણ ટ્વેન્ટી-20 ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular