Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsSportsટીમમાં પસંદગી ન કરાતાં પૃથ્વી શૉ ભડક્યો

ટીમમાં પસંદગી ન કરાતાં પૃથ્વી શૉ ભડક્યો

મુંબઈઃ શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનાર આગામી ટ્વેન્ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીઓ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. T-20 ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, પણ અમુક ખેલાડીઓની અવગણના કરવામાં આવી છે. મુંબઈનિવાસી ઓપનિંગ બેટર પૃથ્વી શૉ એમાંનો એક છે. એને બેઉમાંથી એકેય ટીમ માટે પસંદ કરવામાં આવ્યો નથી. એને કારણે પૃથ્વી નારાજ થયો છે.

પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એણે એક શાયરી પણ શેર કરી છે, જે ચર્ચાસ્પદ બની છે. એણે લખ્યું હતુઃ ‘મુફ્ત મેં પા લિયા વો શખ્સ, જો મુઝે હર કીમત પર ચાહિયે થા…’ પૃથ્વીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો પ્રોફાઈલ ફોટો પણ કાઢી નાખ્યો છે. એણે એક બીજી પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં લખ્યું હતુઃ ‘જો કોઈને હસવું આવતું હોય તો એનો અર્થ એવો નથી કે જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું છે. સમસ્યા ઓટોમેટિક આવે છે.’

પૃથ્વીની આ પોસ્ટ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઘણાએ પ્રતિસાદમાં જણાવ્યું છે કે પૃથ્વીને અન્યાય થયો છે.

શ્રીલંકા સામેની આગામી વન-ડે શ્રેણી માટેની ટીમમાંથી ઓપનર શિખર ધવનને તેના કંગાળ બેટિંગ ફોર્મને કારણે પડતો મૂકવામાં આવ્યો છે.

ટ્વેન્ટી-20 ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

વન-ડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોઃ

3 જાન્યુઆરી 2023 – મુંબઈ

5 જાન્યુઆરી 2023 – પુણે

7 જાન્યુઆરી 2023 – રાજકોટ

ODI મેચોઃ

10 જાન્યુઆરી – ગુવાહાટી

12 જાન્યુઆરી – કોલકાતા

15 જાન્યુઆરી – તિરુવનંતપુરમ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular