Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsઓલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારીઃ IOAએ કર્યો દાવો

ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારીઃ IOAએ કર્યો દાવો

નવી દિલ્હીઃ ભારત સરકાર 2036ના ઓલિમ્પિકની યજમાની માટે કટિબદ્ધ છે. ભારતે 2036માં યોજાનારી ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘે (IOA)એ વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે IOCને એક પત્ર મોકલ્યો છે.

વર્ષ 2028નો ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાશે. જ્યારે 2032નો ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાવાનો છે. જો ભારતને 2036ના ઓલિમ્પિક્સની યજમાની મળી જાય તો આ ગેમ્સમાં અમદાવાદમાં રમાય તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં મોટા પાયે તૈયારી શરૂ કરવામાં આવી છે.ગયા વર્ષે મુંબઈએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141માં સેશનની યજમાની કરી હતી. આ ફેસ્ટિવલના ઉદઘાટન સત્રમાં PM નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત 78મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે 2036માં ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન થાય તે દરેક ભારતીયનું સપનું છે અને તે દિશામાં પણ પ્રયાસ કરી રહ્યા છે. PM મોદીએ 2023માં ન્યુ યોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ જ વાત કહી હતી.

ભારતે અત્યાર સુધીમાં ત્રણ મલ્ટી-સ્પોર્ટસ ગેમ્સનું આયોજન કર્યું છે. દેશમાં છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજવામાં આવી હતી. આ પહેલાં આપણા દેશમાં 1951 અને 1982માં એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત હવે તે ઓલિમ્પિક જેવી મહત્ત્વની ઇવેન્ટની યજમાની કરવા તૈયાર છે. એ ભારતના રમતગમત ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ સાબિત થઈ શકે છે, જે દેશના રમતગમતપ્રેમીઓ અને ખેલાડીઓ માટે ઐતિહાસિક તક બની શકે છે. આ દાવો એ પણ સ્પષ્ટ કરે છે કે ભારત હવે રમતગમતના ક્ષેત્રમાં પોતાની ઓળખને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular