Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsSportsમુંબઈ-એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની લક્ઝરી કાંડાઘડિયાળો જપ્ત

મુંબઈ-એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની લક્ઝરી કાંડાઘડિયાળો જપ્ત

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા વિશે ચોંકાવનારા સમાચાર છે. અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે હાર્દિક પંડ્યા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. યૂએઈમાં હાલમાં જ સમાપ્ત થયેલી T20 વર્લ્ડ કપ સ્પર્ધામાં નિરાશાજનક દેખાવ કરીને ટીમ ઈન્ડિયા સ્વદેશ પાછી ફરી છે. અહેવાલો અનુસાર, ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ હાર્દિક પંડ્યા પાસેથી રૂ. પાંચ કરોડની બે લક્ઝરી કાંડાઘડિયાળ મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ તે જપ્ત કરી છે. હાર્દિક પાસે આ ઘડિયાળની ખરીદીનું બિલ (ઈન્વોઈસ) નહોતું અને તેણે આ ઘડિયાળોને કસ્ટમ્સ આઈટમ તરીકે ઘોષિત પણ કરી નહોતી. તેથી અધિકારીઓએ તે જપ્ત કરી છે. અહેવાલો અનુસાર, આ ઘડિયાળો રોઝ ગોલ્ડ નોટિલસ (18 કેરેટ રોઝ ગોલ્ડ કેસમાં) અને કેલિબર CH28-520C હતી જેની કિંમત પાંચ કરોડ રૂપિયા થાય છે. હાર્દિક લક્ઝરી કાંડાઘડિયાળો પહેરવા અને તેનો સંગ્રહ કરવાનો શોખીન છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પસંદગીકારોએ હાર્દિકને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની આગામી T20 સિરીઝની ટીમમાંથી પણ આઉટ કરી દીધો છે.

(પ્રતીકાત્મક તસવીર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular