Wednesday, December 3, 2025
Google search engine
HomeNewsSportsટીમ ઈન્ડિયામાં ધોનીનું પુનરાગમન નિશ્ચિત છેઃ મોહમ્મદ કૈફ

ટીમ ઈન્ડિયામાં ધોનીનું પુનરાગમન નિશ્ચિત છેઃ મોહમ્મદ કૈફ

નવી દિલ્હી: ઘણા લોકો માની રહ્યા છે કે વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું હાલના સમયે ખૂબ મુશ્કેલ છે. પણ તેના પૂર્વ સાથી ખેલાડી મોહમ્મદ કૈફનું માનવું છે કે સિલેક્ટરોને હજુ સુધી ધોનીનો વિકલ્પ મળ્યો નથી.

ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ તેના આકરા નિવેદનો માટે જાણીતો છે. લોકડાઉન દરમિયાન મોહમ્મદ કૈફ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યો છે. આ દરમિયાન તેને મહેન્દ્ર સિંહ ધોની અને કે.એલ. રાહુલ અંગે મોટી વાત કહી છે.

કૈફે ધોનીની કરિઅરને લઈને ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ધોનીને નજરઅંદાજ ન કરી શકાય અને કેએલ રાહુલ ટીમ માટે વિકેટકિપરના રૂપમાં લાંબા સમયનો વિકલ્પ નથી.

એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કૈફે દાવો કર્યો કે, ભલે ધોની છેલ્લા એક વર્ષથી કોઈપણ ફોર્મેટમાં ન રમ્યો હોય પણ તેનાથી તેની રમતમાં કઈ ફરક પડતો નથી કારણ કે ધોની એક મહાન ખેલાડી છે અને તે જ્યારે ઈચ્છે તેનું ફોમ પાછું મેળવી શકે છે.

ધોનીના વખાણ કરતા કૈફે કહ્યું કે, ધોની 39 વર્ષનો હોવા છતાં તે હજી ઘણું ક્રિકેટ રમી શકે એમ છે અને તેના અનુભવથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થઈ શકે છે. તેથી ધોનીને કાઢી ન કરી શકાય. લોકો ભલે ગમે તે કહે પણ ટીમ ઈન્ડિયામાં ધોનીની વાપસી લગભગ નિશ્ચિત છે અને તે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ધોની ખરેખર એક મહાન ખેલાડી હોવાની સાથે સંપૂર્ણ રીતે મેચ વિનર છે.

કૈફ કહે છે, ધોનીના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂના બે વર્ષ પહેલા દેવધર ટ્રોફીમાં હું સેન્ટ્રલ ઝોનનો કેપ્ટન હતો ક્યારે ઈસ્ટ ઝોનથી રમતા મેં તેને પહેલીવાર જોયો હતો. અમે 360 રન બનાવ્યા હતા અને તે ત્રીજા નંબરે બેટિંગ માટે આવ્યો. અમે તેના પર અટેક કરવાનું નક્કી કર્યું પરંતુ તેણે 80-85 રન બનાવ્યા અને તે પણ 40-50 બોલમાં. તે સમયે મને લાગ્યું તે તેનામાં અલગપણું છે, ગેમની સારી સમજ સાથે તેની રમવાની સ્ટાઈલ પણ અલગ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular