Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsમાર્ટિના હિન્ગિસે પેસ, ભૂપતિની ભાગીદારી પર વિચારો શેર કર્યા

માર્ટિના હિન્ગિસે પેસ, ભૂપતિની ભાગીદારી પર વિચારો શેર કર્યા

મુંબઈઃ ZEE5ની વેબ સિરીઝ ‘બ્રેક પોઇન્ટ’ ભારતીય ટેનિસના વિશ્વને નજીકથી નિહાળવાની તક આપે છે. સ્વિસ ટેનિસસ્ટાર માર્ટિના હિન્જિસે આગામી ડોક્યુમેન્ટરી સિરીઝ ‘બ્રેક પોઇન્ટ’માં મહેશ ભૂપતિ અને લિયેન્ડર પેસની ભાગીદારી પર વિચારો શેર કર્યા છે, જે સિરીઝ લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિની પ્રતિષ્ઠિત ઓન-કોર્ટ ભાગીદારી અને ઓફ-કોર્ટ જીવન પર આધારિત છે, જેનું પ્રીમિયર ZEE5 પર પહેલી ઓક્ટોબરે થશે.

રમતજગતની વ્યક્તિ માટે ભાગીદારીનો શો અર્થ છે, એના પર વધુ વિચાર વ્યક્ત કરતાં હિન્ગિસે કહ્યું હતું કે તમે ભાગીદારી કરી શકો કે નહીં, પણ સંકોચ કરવાનો સમય નથી અને એક વાર સાથી પર શંકા કરવાનું શરૂ કરો છો, એના કરતાં અલગ થઈ જવું વધુ સારું છે, એમ તેણે કહ્યું હતું.  તેમણે (પેસ-ભૂપતિ) જે કાંઈ ક્રયું એ તેમણે શેર કર્યું છે, તેમની વાર્તા અને તેમની સફળતા- એવું કંઈક જે હંમેશા માટે જીવિત રહેશે. માર્ટિના હિન્ગિસે લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ –બંને સાથે ડબલ્સ રમી છે. માર્ટિનાએ એ વાર્તા વિશે વાતો કરી છે આ સિરીઝમાં.

પેસ અને માર્ટિનાએ 2015માં યુએસ ઓપન જીતી હતી અને એની સાથે પેસે મિક્સ્ડ ડબલ્સની ટ્રોફી નવમી વાર જીતી હતી, જ્યારે ભૂપતિએ આઠ વાર જીતી હતી.

પબ્લિક બ્રેક-અપ છતાં લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ 1990ના દાયકામાં સૌથી વધ સફળ જોડી હતી. ‘બ્રેક પોઇન્ટ’ તેમની મિત્રતા, ભાગીદારી, ભાઇબંધી, મહત્ત્વાકાંક્ષા અને આકરી મહેનત પર આધારિત એક વાર્તા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular