Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsમનુ ભાકરે ખેલ રત્ન વિવાદ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું

મનુ ભાકરે ખેલ રત્ન વિવાદ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું

નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) એ ભાકરનું નામ ખેલ રત્ન માટે મોકલ્યું ન હતું, પરંતુ આ અંગેના વિવાદ બાદ હવે એસોસિએશને જ નામાંકન માટે રમત મંત્રાલયનો સંપર્ક કર્યો છે. ખેલ મંત્રાલય પણ હવે મનુના નામાંકનની તૈયારી કરી રહ્યું છે. સરકાર મનુ ભાકરને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપી શકે છે.

જ્યારે બીજી બાજુ શૂટર મનુ ભાકરે મંગળવારે ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં તેનું નામ હોવાના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું. તેમણે કહ્યું, ‘હું માનું છું કે નોમિનેશન ફાઇલ કરતી વખતે કદાચ મારા તરફથી કોઈ ભૂલ થઈ ગઈ હતી, જેને સુધારવામાં આવી રહી છે.વધુમાં  તેમણે કહ્યું, ‘હું એવોર્ડ માટે ઉત્સાહિત છું, પરંતુ તે મારું અંતિમ લક્ષ્ય નથી. હું મારા દેશ માટે વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રાલય કલમ 5.1 અને 5.2 હેઠળ મનુને નોમિનેટ કરી શકે છે. નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, જો ખેલાડી ખેલ રત્ન માટે આપવામાં આવેલી માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે, તો તે પોતે એવોર્ડ માટે પોતાનું નામ મોકલી શકે છે. આ સિવાય મંત્રાલય પાસે આવા 2 નામ મોકલવાની પણ સત્તા છે. ઉલ્લેખનિય છે કે, આને લઈ એક દિવસ પહેલા મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે નારાજગી વ્યક્ત કરી હતી.

મનુ ભાકરે પોતાની સોશિયલ મીડિયા એક્સ હેડલ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “હું કહેવા માગુ છું કે, રમતવીર તરીકે મારી ભૂમિકા મારા દેશ માટે ભજવવાની અને પ્રદર્શન કરવાની છે. હું માનું છું કે નોમિનેશન ફાઇલ કરતી વખતે મારા તરફથી કેટલીક ભૂલ થઈ હશે, જેને સુધારવામાં આવી રહી છે. હું પુરસ્કારો માટે ઉત્સાહિત છું, પરંતુ તે મારું અંતિમ લક્ષ્ય નથી. હું મારા દેશ માટે વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ.

એક દિવસ પહેલા મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે કહ્યું હતું કે ખેલ રત્ન એવોર્ડ માટે મનુની અવગણના કરવામાં આવી છે. તેમના નિવેદન બાદ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની નોમિનેશન લિસ્ટ વિવાદમાં આવી હતી. જેમાં મનુ ભાકરનું નામ આ યાદીમાં નહોતું. મનુ ભાકરે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. તે 10 મીટર એર પિસ્તોલ ઈન્ડીવિજુઅલ અને મિક્સ્ડ ડબલ્સમાં ત્રીજા સ્થાને રહી હતી. તેના બે મેડલ દમ પર ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular