Saturday, May 24, 2025
Google search engine
HomeNewsSportsઝહીર અબ્બાસ ગંભીર બીમાર; લંડનની હોસ્પિટલના આઈસીયૂમાં

ઝહીર અબ્બાસ ગંભીર બીમાર; લંડનની હોસ્પિટલના આઈસીયૂમાં

લંડનઃ પાકિસ્તાનના દંતકથા સમાન બેટર ઝહીર અબ્બાસની તબિયત ગંભીર રીતે બગડી જતાં એમને લંડનની એક હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એડમિટ કરવામાં આવ્યા છે. 74 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન અબ્બાસ અમુક દિવસ અગાઉ યૂએઈથી લંડન આવ્યા બાદ એમને કોરોના રોગ લાગુ પડ્યો હોવાનું કહેવાય છે. બાદમાં એમને કિડનીમાં દુખાવો પણ ઉપડ્યો હતો એટલે લંડનની સેન્ટ મેરીઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે અબ્બાસને ગંભીર પ્રકારનો ન્યૂમોનિયા પણ થયો છે. એમને ડાયાલિસીસ પર અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર મૂકવામાં આવ્યા હતા.

ઝહીર અબ્બાસ 78 ટેસ્ટ મેચ રમ્યા હતા અને 12 સેન્ચુરી સાથે અને 45ની સરેરાશ સાથે 5,000થી વધારે રન કર્યા હતા. એમને એશિયાના બ્રેડમેન તરીકે કહેવામાં આવતા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એમણે એક ટેસ્ટ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં આઈસીસી મેચરેફરી તરીકેની કામગીરી પણ બજાવી હતી. એમણે આઈસીસીનું પ્રમુખપદ પણ સંભાળ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular