Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsSportsઇંગ્લેન્ડ-સિરીઝ પૂજારા માટે યોગ્યતા સાબિત કરવાની છેલ્લી તક?

ઇંગ્લેન્ડ-સિરીઝ પૂજારા માટે યોગ્યતા સાબિત કરવાની છેલ્લી તક?

નોટિંગઘમઃ જૂનમાં ભારતે ન્યુ ઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે સૌથી શ્રેષ્ઠ અગિયાર ખેલાડીઓ પસંદ કર્યા હતા. કેટલાક લોકોને અપેક્ષા હશે કે વિરાટ કોહલીની ટીમ નોટિંગઘમમાં ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ શરૂ કરશે તો મેનેજમેન્ટ માટે પસંદગી માથાનો દુખાવો હશે. કોહલી અને શાસ્ત્રી માટે ચોથી ઓગસ્ટે ઓપનિંગ પેર પસંદ કરવી એ શિરદર્દ સમાન હશે.

શુભમન ગિલ સિરીઝમાંથી બહાર છે, મયંક અગ્રવાલ ઇજાને કારણે ટેસ્ટમાંથી પહેલાં બહાર થઈ ગયો છે. ભારત ઓપનિંગ માટે રોહિત શર્મા સાથે ત્રણ વિકલ્પ છે, જેમાં રાહુલ સૌથી પહેલી પસંદ છે. તેણ 2018માં ઓવલમાં ઓપનિંગ કરતાં સદી ફટકારી હતી, પણ ભારતે એને મધ્યમ હરોળની બેટિંગ માટે પસંદ કર્યો છે.

ભારત પાસે ચેતેશ્વર પૂજારાની સથે એક વિકલ્પ તરીકે હનુમા વિહારી પણ છે. પૃથ્વી શો શ્રીલંકામાં કોરોના પછી ઉપલબ્ધ નથી.

પૂજારાને જગ્યા મળી શકે?

ખરાબ કાઉન્ટી સીઝન પછી અને 2018ના ઇંગ્લેન્ડમાં ઓછા રનને લીધે ટેસ્ટ સિરીઝમાંથી પૂજારાનું નામ ટીમમાંથી ગાયબ થયું છે. એ પછી ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પૂજારાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પરત ફર્યો હતો.

જોકે મયંક અગ્રવાલની ગેરહાજરીમાં પ્રબળ સંભાવના છે કે પૂજારાને બેટ્સમેન તરીકે ફરી ટીમમાં સમાવેશ થાય અને તેને એક તક મળે, પણ પૂજારા માટે કદાચ એ ટીમમાં ફરવાની છેલ્લી તક હશે, કેમ કે જો તેનો દેખાવ અપેક્ષા મુજબનો ન રહ્યો તો બીજી ટેસ્ટમાં અજિંક્ય રહાણે કે કોઈ અન્ય ખેલાડીને તક મળી શકે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular