Friday, May 23, 2025
Google search engine
HomeNewsSportsન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડ પર બદલો લેવાની તક

ન્યૂઝીલેન્ડને ઈંગ્લેન્ડ પર બદલો લેવાની તક

અબુ ધાબીઃ આઈસીસી T20 વર્લ્ડ કપની પહેલી સેમી ફાઈનલમાં આવતીકાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ઈંગ્લેન્ડ ગ્રુપ-1માં પહેલા નંબર પર રહીને સેમી ફાઈનલમાં પહોંચ્યું છે તો ન્યૂઝીલેન્ડે ગ્રુપ-2માં બીજા ક્રમે રહીને સેમી ફાઈનલ માટે ક્વૉલિફાઈ થયું છે. બંને ટીમે વર્તમાન સ્પર્ધામાં એમની પાંચમાંથી ચાર મેચ જીતી હતી. ન્યૂઝીલેન્ડ ટીમ 2019ની ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે તેના થયેલા પરાજયનો બદલો લેવાની આશા રાખતી હશે. બંને વર્લ્ડ કપ વખતે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન જ રહ્યો છે. સ્પર્ધાની બીજી સેમી ફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે, એમાં ગ્રુપ-2ની નંબર વન ટીમ પાકિસ્તાનનો મુકાબલો થશે ગ્રુપ-1ની બીજા નંબરની ઓસ્ટ્રેલિયન ટીમ સામે. ફાઈનલ મેચ 14 નવેમ્બરે દુબઈમાં રમાશે.

ઈંગ્લેન્ડ ટીમઃ ઓઈન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોનાથન બેરસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લિઆમ લિવિંગ્સ્ટન, ડેવિડ માલન, ટાઈમલ મિલ્સ, આદિલ રશીદ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડેરીલ મિચેલ, ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યૂસન, કાઈલ જેમીસન, જિમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટીમ સેઈફર્ટ, ઈશ સોઢી અને ટીમ સાઉથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular