Wednesday, November 26, 2025
Google search engine
HomeNewsSportsજુલનની 4-વિકેટઃ બીજી ODIમાં ભારતે SAને હરાવ્યું

જુલનની 4-વિકેટઃ બીજી ODIમાં ભારતે SAને હરાવ્યું

લખનઉઃ અહીંના ભારત રત્ન અટલબિહારી વાજપેયી સ્ટેડિયમમાં પાંચ-મેચોની સિરીઝની આજે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતની મહિલાઓએ દક્ષિણ આફ્રિકા પર જડબેસલાક 9-વિકેટથી વિજય હાંસલ કર્યો હતો અને સિરીઝને 1-1થી બરોબર પર લાવી દીધી હતી. ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીએ 10 ઓવરમાં 42 રન આપીને 4 વિકેટ સાથે તરખાટ મચાવતાં પ્રવાસી ટીમ 41 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં, ભારતીય ટીમે જેમિમા રોડ્રિગ્સ (9)ની વિકેટ ગુમાવીને 28.4 ઓવરમાં 160 રન કરીને મેચ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના 80 અને પૂનમ રાઉત 62 રન કરીને નોટઆઉટ રહી હતી. સ્મૃતિએ તેનાં 64 બોલનાં દાવમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતાં.

ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ પસંદ કરી હતી. રાજેશ્વરી ગાયકવાડે 37 રનમાં 3, માનસી જોશીએ બે અને હરમનપ્રીત કૌરે એક વિકેટ લીધી હતી. ત્રીજી મેચ આ જ મેદાન પર 12 માર્ચે રમાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular