Thursday, July 3, 2025
Google search engine
HomeNewsSportsબુમરાહ અંગત કારણસર ચોથી ટેસ્ટમાં નહીં રમે

બુમરાહ અંગત કારણસર ચોથી ટેસ્ટમાં નહીં રમે

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઈંગ્લેન્ડ સામે અહીં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચોથી માર્ચથી રમાનાર સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાંથી છૂટો કર્યો છે. પોતાને આ ટેસ્ટ મેચ માટેની ટીમમાંથી અંગત કારણસર છૂટો કરવાની બુમરાહે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી હતી, જેનો બોર્ડે સ્વીકાર કર્યો છે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમને બુમરાહની જગ્યાએ કોઈ નવો ખેલાડી નહીં મળે.

ભારતે આ જ મેદાન પર રમાઈ ગયેલી ત્રીજી ટેસ્ટ મેચ 10-વિકેટથી જીતી લીધી હતી અને સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular