Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsIPL ઓક્શનઃ પૃથ્વી શો, કેન વિલિયમસન, અજિંક્ય રહાણે અનસોલ્ડ

IPL ઓક્શનઃ પૃથ્વી શો, કેન વિલિયમસન, અજિંક્ય રહાણે અનસોલ્ડ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સીઝનનું મેગા ઓક્શન સાઉદી આરબના જેદ્દાહમાં ચાલી રહ્યું છે. ઓક્શનના બીજા દિવસે પૃથ્વી શો, અજિંક્ય રહાણે અને કેન વિલિયમસન જેવા ક્રિકેટરોના કોઈ ખરીદદાર નથી મળ્યા. પહેલી વાર આ ત્રણે ક્રિકેટરો અનસોલ્ડ રહ્યા છે, જ્યારે નીતિશ રાણા અને કુણાલ પંડ્યા પર પૈસાનો વરસાદ થયો હતો.

અજિંક્ય રહાણેની બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ હતી, જ્યારે કેન વિલિયમસનની બેઝ પ્રાઇઝ રૂ. બે કરોડ અને પૃથ્વી શોની બેઝ પ્રાઇઝ માત્ર રૂ. 75 લાખ હતી, પરંતુ કોઈ ફ્રન્ચાઇઝે આ ક્રિકેટરોને ખરીદવામાં રસ નહોતો દાખ્વ્યો.આ સિવાય જે  ક્રિકેટરો વેચાયા વિના રહ્યા છે, તેમાં ગ્લેન ફિલિપ્સ – અનસોલ્ડ, મયંક અગ્રવાલ – અનસોલ્ડ, શાર્દુલ ઠાકુર – અનસોલ્ડ, ડેરીલ મિચેલ – અનસોલ્ડ, મોઈન અલી – અનસોલ્ડ, કે. એસ. ભરત – અનસોલ્ડ, મુજિબ ઉર રહેમાન – અનસોલ્ડ, આદિલ રશીદ – અનસોલ્ડ, કેશવ મહારાજ અનસોલ્ડ, મયંક ડાગર – અનસોલ્ડ, પ્રશાંત સોલંકી – અનસોલ્ડ, ફીન એલન – અનસોલ્ડ અને બેન ડકેટ – અનસોલ્ડ રહ્યા હતા.

IPL મેગા ઓક્શન 2025ની 24 અને 25 નવેમ્બરએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઇ રહ્યું છે. IPL મેગા ઓક્શન 2025માં 574 ખેલાડીઓની હરાજી થવાની છે, જેમા 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે. જેમાં સહયોગી દેશોના 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં 318 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. આઈપીએલ ટીમોના 204 સ્લોટ ખાલી છે. તેમાંથી 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે ઉપલબ્ધ હશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular