Thursday, May 15, 2025
Google search engine
HomeNewsSportsશ્રેયસ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન નિમાયો

શ્રેયસ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન નિમાયો

કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે – શ્રેયસ ઐયર.

બેટ્સમેન ઐયર આગામી મોસમ માટે કોલકાતા ફ્રેન્ચાઈઝનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ખેલાડીઓની હરાજીમાં ટીમે એને રૂ. 12.25 કરોડની રકમની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદ્યો હતો. ઐયર આ પહેલાં દિલ્હી કેપિટલ્સ ટીમનો  કેપ્ટન હતો. દિલ્હીની ટીમ સ્પર્ધામાં માત્ર એક જ વાર ફાઈનલમાં પ્રવેશી છે. 2020માં ફાઈનલમાં પ્રવેશનાર દિલ્હી કેપિટલ ટીમનો કેપ્ટન ઐયર હતો. 2021ની સીઝન બાદ દિલ્હી ટીમે ઐયરને છૂટો કર્યો હતો અને કોલકાતા ટીમે એને ખરીદ્યો. ઐયર પહેલાં કોલકાતા ટીમનો કેપ્ટન ઓઈન મોર્ગન હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular