Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsમુંબઈ ઈન્ડિયન્સનાં કંગાળ દેખાવનું બુમરાહે કારણ આપ્યું

મુંબઈ ઈન્ડિયન્સનાં કંગાળ દેખાવનું બુમરાહે કારણ આપ્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલ રમાતી 15મી સીઝનમાં ખમતીધર ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો દેખાવ અત્યાર સુધી કંગાળ રહ્યો છે. એ તેની પહેલી ચારેય મેચ હારી ચૂકી છે. પાંચ વખત ચેમ્પિયન બનેલી અને રોહિત શર્માના સુકાનીપદ હેઠળની મુંબઈ ટીમ આ વખતની આવૃત્તિમાં કોઈક દબાણ હેઠળ આવી ગઈ છે.

ટીમના વાઈસ-કેપ્ટન જસપ્રિત બુમરાહે તેનું કારણ જણાવ્યું છે. એણે કહ્યું છે કે ટીમ હાલ પરિવર્તન તબક્કામાંથી પસાર થઈ રહી છે એ જ આઈપીએલ-2022માં અત્યાર સુધીમાં તેના ખરાબ રહેલા દેખાવનું મુખ્ય કારણ છે. જેમ દરેક ક્રિકેટર તેની કારકિર્દીમાં આવતા પરિવર્તનના તબક્કાને બરાબર સમજતો હોય છે એવું જ દરેક ટીમ સાથે બનતું હોય છે. અમે હાલ એ તબક્કામાં છીએ. અમે નવું જૂથ બનાવ્યું છે. અમારી ટીમમાં ઘણા નવોદિત ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે જેઓ આઈપીએલ જેવી અતિ-રોમાંચક સ્પર્ધામાં દબાણની પરિસ્થિતિનો સામનો કરતા શીખી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular