Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsSportsભારતનો જુલાઈમાં શ્રીલંકાપ્રવાસઃ ત્રણ વનડે, T20 સિરીઝ રમશે

ભારતનો જુલાઈમાં શ્રીલંકાપ્રવાસઃ ત્રણ વનડે, T20 સિરીઝ રમશે

નવી દિલ્હીઃ જુલાઈમાં શ્રીલંકા સામે થનારી ટુર્નામેન્ટનું શિડ્યુલ કન્ફર્મ થઈ ગયું છે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ અને T20ની સિરીઝ રમશે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે 13, 16 અને 18 જુલાઈએ વનડે રમશે અને આગામી ત્રણ મેચો 21, 23 અને 25 જુલાઈએ T20 મેચ રમશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા ભારતીય ક્રિકેટરો આ સિરીઝનો હિસ્સો નહીં હોય. BCCI શ્રીલંકાના પ્રવાસે ભારતની બી ટીમ મોકલશે, જેમાં કેટલાક યુવા ક્રિકેટરોને તક મળશે. શ્રીલંકા પ્રવાસનો પ્રારંભ વનડે સિરીઝથી થશે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ  ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રહેશે. BCCIના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે શ્રીલંકા પ્રવાસ પર રાહુલ દ્રવિડ ટીમના કોચ રહેશે. રવિ શાસ્ત્રી, ભરત અરુણ અને વિક્રમ રાઠોર ભારતીય ટીમની સાથે ઇન્ગલેન્ડના પ્રવાસે ગયા છે અને અને કારણે દ્રવિડને કારણે કોચની જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીલંકા પ્રવાસમાં પૃથ્વી સો, જયદેવ ઉનડકટ સહિત કેટલાક યુવા ક્રિકેટરોને આ સિરીઝમાં તક મળે એવી શક્યતા છે.

ભારત અને શ્રીલંકા સિરીઝ મેચોના પ્રસારણના હક સોની નેટવર્કે ખરીદ્યા છે અને આખી સિરીઝનું પ્રસારણ સોની દ્વારા કરવામાં આવશે. સોની આ માહિતી ટ્વીટ કરીને જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular