Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષ હોકીનો કાંસ્યચંદ્રક જીત્યો

ભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં પુરુષ હોકીનો કાંસ્યચંદ્રક જીત્યો

ટોક્યોઃ ભારતના પુરુષોની હોકી ટીમે આજે અહીં જર્મનીને 5-4થી હરાવીને ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં કાંસ્યચંદ્રક જીત્યો છે. ભારતે 41 વર્ષના સમયગાળા બાદ આ પહેલી જ વાર ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ હોકીમાં મેડલ જીત્યો છે.

ભારતના સિમરનજીતસિંહે બે ગોલ કર્યા હતા – મેચની 17મી અને 34મી મિનિટે. આ જ સિમરનજીતસિંહ 2018માં મેન્સ હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની ટીમનો સભ્ય હતો. હાર્દિકસિંહે 27મી મિનિટે, હરમનપ્રીતસિંહે 29મી મિનિટે અને રૂપિન્દરપાલસિંહે 31મી મિનિટે ગોલ કર્યો હતો. જર્મની તરફથી બીજી મિનિટે, 24મી, 25મી અને 48મી મિનિટે ગોલ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular