Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsSportsભારતે ટેસ્ટ-મેચ જીતીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ભારતે ટેસ્ટ-મેચ જીતીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને 25 રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતનો ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝમાં 3-1થી વિજય થયો હતો. ભારતે ઇંગ્લેન્ડને બીજી ઇનિંગ્સમાં 135 રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ મેચના હીરો અક્ષર પટેલ અને આર અશ્વિન રહ્યા હતા. બંને જણે આ ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી.   

ભારતના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને એના 520 અંકો છે. ભારતની સામે ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડની ટીમ છે. ભારતે છ ટેસ્ટ સિરીઝ રમ્યું હતું. ભારતે આમાંથી એક પણ ટેસ્ટ સિરીઝ હાર્યું નથી. હવે ભારતે 18 જૂને લોર્ડસમાં રમવાનું છે.

આ પહેલાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે અગાઉની મેચોનો દેખાવ જારી રાખી કંગાળ બેટિંગ કરતાં ૨૦૫ રનમાં ખખડ્યું થઈ ગયું હતું. જ્યારે પહેલા દિવસે રમતના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં અક્ષરે ચાર અને અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

ટેસ્ટ મેચના બીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી હતી. એ સાથે પહેલી ઇનિંગ્સમાં રોહિતે 49, પંત 101, અને રહ્ણાણેએ 27 રન કર્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 96 રન બનાવીને નોટઆઉટ ઊભો હતો.

આ સાથે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ લીધી હતી. વોશિંગ્ટન સુંદર સદી પૂરી નહોતો કરી શક્યો. એ પછી ભારતીય બોલરોએ રંગ રાખ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 135 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયાના અક્ષર પટેલે આ ટેસ્ટ સિરીઝમાં 27 વિકેટ લીધી હતી.

આ ટેસ્ટના વિજયની સાથે વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વિજય મેળવનારા કેપ્ટનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular