Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsSportsસિડની-ટેસ્ટમાં રોહિત કદાચ મોટી-સદી ફટકારેઃ લક્ષ્મણની ધારણા

સિડની-ટેસ્ટમાં રોહિત કદાચ મોટી-સદી ફટકારેઃ લક્ષ્મણની ધારણા

સિડનીઃ ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ કાર્યવાહક કેપ્ટન બનતાં રોહિત શર્મા વાઈસ-કેપ્ટન બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 7 જાન્યુઆરીથી બોર્ડર-ગાવસકર ટ્રોફી માટેની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. એ મેચમાં શર્મા સેકન્ડ ઓપનર તરીકે મયંક અગ્રવાલનું સ્થાન લેશે એ નિશ્ચિત છે જ્યારે શુભમન ગિલ સાથી ઓપનર રહેશે. રોહિતે મેલબર્નમાં સાથી ખેલાડીઓ સાથે જોડાયા બાદ 14-દિવસનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો કરી લીધો છે. એણે નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. એનું ફોર્મ જોઈને ટીમ મેનેજમેન્ટ ખુશ છે. દરમિયાન, ભૂતપૂર્વ ટેસ્ટ બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે એવી ધારણા વ્યક્ત કરી છે કે જો રોહિત શર્માની આંખો બોલ પર બરાબર જામી જશે તો એના તરફથી મોટી સદી થઈ શકે છે.

દરમિયાન, જમોડી બેટ્સમેન કે.એલ. રાહુલ ડાબા કાંડામાં ઈજા થવાથી સિરીઝમાં બાકીની બેઉ મેચમાં રમી નહીં શકે. મેલબર્નમાં નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતી વખતે એનું કાંડું મચકોડાઈ ગયું હતું. એ સ્વદેશ પાછો ફરશે અને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સાજા થવાની પ્રક્રિયામાં જોડાશે. ચાર-મેચોની સિરીઝમાં બંને ટીમ 1-1 મેચ જીતી ચૂકી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular