Monday, July 21, 2025
Google search engine
HomeNewsSportsગોવામાં બુમરાહ ટીવી-એન્કરની સાથે લગ્ન કરશે

ગોવામાં બુમરાહ ટીવી-એન્કરની સાથે લગ્ન કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આજકાલ લગ્નને લઈને ન્યૂઝમાં છે. બુમરાહ આ મહિને સ્પોર્ટ્સ ટીવી એન્કર સંજના ગણેશનની સાથે ગોવામાં લગ્નના સાત ફેરા લેવાનો છે. આ પહેલાં તેનું નામ સાઉથ અભિનેત્રી અનુપમા પરમેશ્વરનથી જોડાયેલું હતું, પણ હવે સ્પોર્ટ્સ કીડાએ બુમરાહ અને સંજનાને લગ્નનાં અભિનંદન આપતાં ફોટો શેર કરી રહી છે. જેથી અનુપમા સાથેની બધી અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. અહેવાલ મુજબ આ 14-15 માર્ચે બુમરાહ-સંજનાનાં લગ્ન થાય એવી શક્યતા છે.  

સંજના ગણેશન કોણ છે?

28 વર્ષની સંજના ગણેશન એન્કરિંગ અને ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેતા ટીવી પર દેખાઈ છે. સંજનાના સોશિયલ મિડિયા પર સારુંએવું ફેન્સ ફોલોઇંગ છે.

જ્યારથી બુમરાહ સાથે સંજનાનાં લગ્નની વાત સામે આવી છે, ત્યારે ક્રિક્રેટપ્રેમીઓ સંજના વિશે જાણવા આતુર છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular