Monday, July 7, 2025
Google search engine
HomeNewsSportsWPL મહિલાઓને સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશેઃ નીતા અંબાણી

WPL મહિલાઓને સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશેઃ નીતા અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ડાયરેક્ટર નીતા અંબાણી, જેઓ મહિલાઓની પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટ સ્પર્ધાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકણ છે, તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે આ ટુર્નામેન્ટ ઘણી બધી યુવતીઓને ખેલકૂદ ક્ષેત્રમાં સહભાગી થવામાં અને કારકિર્દી બનાવવામાં અને સપનાં સાકાર કરવામાં મદદરૂપ થશે.

શનિવારથી મુંબઈ અને નવી મુંબઈમાં શરૂ થયેલી આ સ્પર્ધાની પ્રારંભિક મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે કાર્યવાહક સુકાની સ્નેહ રાણાની આગેવાની હેઠળની ગુજરાત જાયન્ટ્સને 143-રનથી પરાજય આપ્યો હતો. આજે રવિવારે બેમાંની પહેલી મેચમાં મેગ લેનિંગના નેતૃત્ત્વવાળી દિલ્હી કેપિટલ્સે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને 60-રનથી પરાજય આપ્યો હતો.

મુંબઈ અને ગુજરાત વચ્ચે શનિવારે નવી મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્ટેડિયમમાં દર્શકોની ચિક્કાર ભીડ વિશે પણ નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular