Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsહેઝલવૂડ WTC ફાઇનલમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ

હેઝલવૂડ WTC ફાઇનલમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ

લંડનઃ ભારતની સામે ઓવલમાં  વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની સાત જૂન રમાનારી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની 15 ક્રિકેટરોની ટીમમાં ઝડપી બોલર જોશ હેઝલવૂડને સામેલ કરવામાં આવ્યો છે. આ 32 વર્ષીય બોલર ઇજાને કારણે IPLમાં વચ્ચેથી સ્વદેશ પરત ફર્યો હતો.

 આ ઝડપી બોલર કેપ્ટન પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને મિશેલ સ્ટાર્કની સાથે ટીમમાં સ્પેશિયલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે સામેલ થયો છે આ ટીમમાં ઓલ રાઉન્ડર મિશ માર્શ અને બેટ્સમેન મેથ્યુ રેનશો સામેલ છે.ભારતે તેના 15 કિક્રેટરોની પુષ્ટિ કરી હતી, જેની ઘોષણા ત્રણ સપ્તાહ પહેલાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના જમણા પગમાં ઇજાને કારણે ખસી ગયા પછી કરી હતી, તેની જગ્યાએ ઇશાન કિશનને ઉમેરવામાં આવ્યો હતો.  સ્ટેન્ડબાય ક્રિકેટર હવે ICCની ટેક્નિકલ સમિતિની મંજૂરી પછી ટીમમાં કોઈ ઘાયલ ક્રિકેટરની જગ્યા લઈ શકે છે.  આ ફાઇનલ પછી ઓસ્ટ્રેલિયા 16 જૂનથી એજબેસ્ટનમાં ઇન્ગલેન્ડ સાથે એશિઝ સિરીઝ શરૂ થશે.

 આ દરમ્યાન નેસર અને એબોટ હજી કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકલોનાલ્ડે હાલમાં કહ્યું હતું કે કોઈ ક્રિકેટર ઇજા થવા પર તેને ટીમમાં સામેલ કરી શકાય છે. હેઝલવૂડ હાલમાં ઇજાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular