Thursday, July 17, 2025
Google search engine
HomeNewsSportsડુ પ્લેસિસ, બ્રાવો તાહિર CSKમાં જોડાવા અબુ-ધાબી પહોંચ્યા

ડુ પ્લેસિસ, બ્રાવો તાહિર CSKમાં જોડાવા અબુ-ધાબી પહોંચ્યા

દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, ઓલ રાઉન્ડર ડ્વેઇન બ્રાવો અને સ્પિનર ઇમરાન તાહિર અબુ ધાબી પહોંચીને ટીમના બાયો બબલ સાથે જોડાઈ ગયા છે. કેરિબિયન પ્રીમિયર લીગ (CPL)  2021માં રમીને આવેલા આ ત્રણે ક્રિકેટરોએ બે દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે, એ પછી તેઓ CSK સાથે જોડાઈ જશે. IPLના બીજા તબક્કાનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, એ બીજા તબક્કામાં ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.

ફાફ ડુ પ્લેસિસ, ડ્વેઇન બ્રાવો અને તાહિરના અબુ ધાબી પોહંચવા પર CSKએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ માહિતી શેર કરી હતી. ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ચેમ્પિયન એક્સપ્રેસ ત્રણ એક્સાઇટમેન્ટ. આ ત્રણે ક્રિકેટરો CSK માટે ઘણા લાંબા સમયથી રમી રહ્યા છે.

આ વર્ષના મે મહિનામાં IPLની 14મી આવૃત્તિ કોરોના રોગચાળાને કારણે અધવચ્ચેથી ટાળી દેવામાં આવી હતી, જે ટુર્નામેન્ટની બાકીની મેચો રવિવારથી દુબઈમાં શરૂ થશે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયનની મેચ પત્યા પછી અબુ ધાબીમાં KKR અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાશે. ત્યાર બાદ શારજાહમાં પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. IPL-14ની 13 મેચો દુબઈમાં રમાશે, 10 શારજહાં અને આઠ મેચો અબુ ધાબીમાં રમાશે.

કોરોના રોગચાળાને કારણે સ્ટેડિયમમાં મેચ જોવા દર્શકોને દૂર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે ક્રિકેટચાહકો IPLની મેચો સ્ટેડિયમમાં નિહાળી શકશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular