Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsસ્મૃતિ મંધાના ‘બોલ્ડ-થઈ-ગઈ-છે’ કાર્તિક આર્યનથી

સ્મૃતિ મંધાના ‘બોલ્ડ-થઈ-ગઈ-છે’ કાર્તિક આર્યનથી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન યુવાવર્ગમાં અસંખ્ય પ્રશંસકો ધરાવે છે. એમાં તેની સ્ત્રી-ચાહકો પણ ઘણી છે. એમાંની એક છે, સ્મૃતિ મંધાના – ભારતની મહિલા ક્રિકેટર. મુંબઈનિવાસી ડાબોડી બેટર (ઓપનર) સ્મૃતિએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે કાર્તિક આર્યન એનો ક્રશ છે. ‘મને ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ ફિલ્મ બહુ ગમી હતી એટલે બે વાર જોઈ હતી. કાર્તિક આર્યન તો મારો ક્રશ છે (મારો પ્રેમ છે – હું એની દીવાની છું).’

કાર્તિકની આગામી હિન્દી ફિલ્મો છેઃ ‘શેહઝાદા’, ‘ફ્રેડી’, ‘ભૂલભૂલૈયા-2’, ‘કેપ્ટન ઈન્ડિયા’. સ્મૃતિ મંધાનાએ આજે ક્વીન્સટાઉનમાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને શ્રેણીની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 71 રન કર્યા હતા અને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીત્યો હતો. ભારતીય ટીમ તે મેચ 6-વિકેટથી જીતી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular