Monday, July 21, 2025
Google search engine
HomeNewsSportsશુભમન ગિલ, સારા તેંડુલકર વચ્ચે બ્રેકઅપ થયું?

શુભમન ગિલ, સારા તેંડુલકર વચ્ચે બ્રેકઅપ થયું?

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શુભમન ગિલ હાલ સમાચારમાં છે. એણે હાલમાં જ ઝિમ્બાબ્વે સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં કુલ 245 રન કરીને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ એવોર્ડ જીત્યો હતો. ક્રિકેટ રમતો ન હોય ત્યારે પણ શુભમન સમાચારમાં રહેતો હોય છે. તે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની પુત્રી સારાને ડેટ કરતો હોવાનું કહેવાતું હતું, પરંતુ હવે શુભમન અને સારાએ સોશ્યલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધાં છે. આને કારણે બંને જણ વચ્ચે બ્રેકઅપ થયાની ચર્ચા થઈ રહી છે. 

શુભમન અને સારા ઘણી વાર સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. તે ઉપરાંત સોશ્યલ મીડિયા પર તેઓ એકબીજાંનાં ફોટા પર કમેન્ટ પણ કરતાં રહેતાં હતાં, પોસ્ટને ટેગ કરતાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા હોય એવું લાગતું હતું. 2019માં એવી ચર્ચા હતી કે તેઓ એકબીજાંને ડેટ કરે છે, જોકે શુભમન કે સારાએ એ વિશે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવી નહોતી. હવે બંનેએ એકબીજાંને સોશ્યલ મીડિયા પર અનફોલો કરતાં ચર્ચા થઈ રહી છે કે બેઉ વચ્ચે એવું તે શું થયું છે કે તેમણે અનફોલો કરી દીધાં? શું બંને વચ્ચે બ્રેકઅપ તો નથી થયુંને?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular