Friday, May 23, 2025
Google search engine
HomeNewsSportsખરાબ ફોર્મ છતાં કોહલી કરતાં રહાણે-પૂજારાનો રેકોર્ડ સારો

ખરાબ ફોર્મ છતાં કોહલી કરતાં રહાણે-પૂજારાનો રેકોર્ડ સારો

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેનો ચેતેશ્વર પૂજારા અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે આજકાલ ખરાબ ફોર્મમાં છે. સોશિયલ મિડિયા પર ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે અને ટીમની બહાર કરવાની માગ કરી રહ્યા છે, પણ જો ડેટા પર નજર કરો તો હાલ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ છે.

વર્ષ 2020થી અત્યાર સુધીના આંકડા પર નજર નાખીએ તો વિરાટ કોહલીનું ફોર્મ ચેતેશ્વર પૂજારા અને રહાણેથી પણ ખરાબ છે. આ એક વર્ષમાં પૂજારાએ 23 ઇનિંગ્સમાં 25.09ની સરેરાશથી 552 રન બનાવ્યા છે. એ દરમ્યાન તેણે પાંચ અર્ધસદી ફટકારી છે અને તેનો સૌથી શ્રેષ્ઠ સ્કોર 77નો રહ્યો છે. જ્યારે અજિંક્ય રહાણેએ 22 ઇનિંગ્સમાં 25.76ની સરેરાશથી 541 રન બનાવ્યા છે. રહાણેએ એક સદી અને એક અર્ધ સદી પણ લગાવી હતી. તેનો સૌથી શ્રેષ્ઠ સ્કોર 112 રનનો છે. એ ઇનિંગ્સ તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રમી હતી.

જ્યારે વિરાટ કોહલીએ 16 ઇનિંગ્સમાં 24.18ની સરેરાશથી 387 રન બનાવ્યા છે. તેણે ત્રણ અર્ધ સદી લગાવી છે. વિરાટનો શ્રેષ્ઠ સ્કોર 74 રન છે. છેલ્લા એક વર્ષમાં તે ત્રણ વાર ઝીરો પર આઉટ થયો છે. એનો અર્થ એ થયો કે મિડલ ઓર્ડરમાં વિકેટકીપર બેટસમેન રિષભ પંતને છોડીને બધા બેટ્સમેન સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular