Saturday, May 24, 2025
Google search engine
HomeNewsSportsDC vs PBKS: અમે 10-રન ઓછા બનાવ્યાઃ અગ્રવાલ

DC vs PBKS: અમે 10-રન ઓછા બનાવ્યાઃ અગ્રવાલ

અમદાવાદઃ IPLની 14મી સીઝનની 29મી મેચ દિલ્હી કેપિટલ્સની સામે 99 રનોની ઇનિંગ્સ રમનાર પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે કહ્યું હતું કે બેટિંગમાં આજે તેમનો દિવસ હતો. પંજાબના નિયમિત કપ્તાન લોકેશ રાહુલની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશિપ સંભાળનાર મયંકની કેપ્ટનશિપમાં પંજાબે દિલ્હી સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને (69 રન)ની શાનદાર ઇનિંગ્સના બળે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી Iplની 14મી સીઝનની 29 મેચમાં પંજાબ કિંગ્સને સાત વિકેટથી હરાવીને IPLના ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.  મયંકે મેચ પછી કહ્યું હતું કે રાહુલ સર્જરી માટે ગયો છે અને એ પરત ફરશે. અમે એ વિકેટ પર 10 રન પાછળ હતા અને એ પાવરપ્લે પછી અમે પાછળ રહી ગયા. એક બેટ્સમેનને સારી બેટિંગ કરવાની હતી અને આજે મારો દિવસ હતો.

દિલ્હીએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરતાં પંજાબે છ વિકેટે 166 રનો સુદી સીમિત કરીને અને પછી 17.4 ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધી. દિલ્હીની આઠ મેચોમાં આ છઠ્ઠી જીત છે અને ટીમ 12 પોઇન્ટ્સની સાથે ટોપ પર છે. પંજાબને આઠ મેચોમાં પાંચમી હાર છે અને ટીમ છ પોઇન્ટ સાથે છઠ્ઠી ક્રમે છે.

મયંકે વધુમાં કહ્યું હતું કે અમે વચ્ચેની ઓવરોમાં જેટલા રન બનાવવા ઇચ્છતા હતા, એટલા અમે બનાવી નહીં શક્યા. અમને બે પોઇન્ટ મળ્યા હોત, અમે ખુશ હોત.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular