Sunday, May 18, 2025
Google search engine
HomeNewsSportsક્રિસ ગેઇલે નવા મ્યુઝિક વિડિયો ‘ગ્રુવ’માં જમૈકન ફ્લેવર ઉમેર્યો

ક્રિસ ગેઇલે નવા મ્યુઝિક વિડિયો ‘ગ્રુવ’માં જમૈકન ફ્લેવર ઉમેર્યો

મુંબઈઃ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર ક્રિસ ગેઇલે બ્રિટિશ-ઇન્ડિયન અવિના શાહની સાથે એક નવો મ્યુઝિક વિડિયો તૈયાર કર્યો છે. આ નવા મ્યુઝિક વિડિયોનું નામ ‘ગ્રુવ’ આપવામાં આવ્યું છે. આનું શૂટિંગ કેટલાય દેશોમાં થયું હતું. મને આનું મુખ્ય ગીત ‘ગ્રુવ’ પસંદ છે, એમ ગેઇલે કહ્યું હતું. આ મ્યુઝિક વિડિયોને લોકડાઉનમાં તૈયાર કરવામાં આવ્યો હતો. બંને જણે અલગ-અલગ દેશોમાં લોકડાઉનમાં ગાવાનો સંગીત વિડિયો ‘ગ્રુવ’ને એકસાથે મૂક્યો હતો. જમૈકામાં સંગીત વિડિયોના શૂટિંગ પછી ગેઇલ દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવા પહોંચી ગયો હતો. મને ટ્રેક અને ‘ગ્રુવ’ બહુ પસંદ છે. આ એક મહિલા સિંગર કલાકાર સાથે કામ કરવાનો આ મારો પહેલો અનુભવ છે, જેથી હું અવિનાને અભિનંદન આપું છું અને હું એના રિલીઝ કરવા માટે ઘણી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો હતો. આ સંગીત વિડિયોનું શૂટિંગ એક શાનદાર અનુભવ હતો, કેમ કે તેમાં જમૈકન ફ્લેવરને ભારતીય અને પશ્ચિમી સાઉન્ડની સાથે મિલાવવા માગતો હતો, એમ તેણે કહ્યું હતું. અમે નાની જગ્યામાં સંપૂર્ણ પ્રોજેક્ટને એકસાથે મૂકવામાં સફળ થયા, એમ ક્રિકેટના આઇકને કહ્યું હતું.

અવિનાએ કહ્યું હતું કે તે ઇંગ્લિશ, હિન્દી અને પંજાબીનું યુનિક મિશ્રણ છે અને ક્રિસનું બોર્ડમાં આવવું એ આકર્ષણ છે, તે જમૈકન ફ્લેવર (સ્વાદ)ને ટ્રેક પર લઈ આવે છે, જેમાં એક સુરીલી મજા છે. સિંગરે ક્રિકેટરને એક દંતકથા તરીકે ટેગ કરતાં કહ્યું હતું કે ‘ગ્રુવ’માં એના અવાજથી ખરેખર ખૂબ ખુશ છું અમે તેના રિસ્પોન્સ જોવા માટે રાહ નહોતા માગતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular