Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsSportsહત્યાના કેસમાં ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની ધરપકડ

હત્યાના કેસમાં ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની ધરપકડ

નવી દિલ્હીઃ કુસ્તીબાજ અને ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર રાણાની હત્યાના કેસમાં આરોપી જાહેર કરાયેલા અને ફરાર થયેલા ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારની આજે નવી દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓની ટૂકડીએ સુશીલને પકડ્યો હતો.

23 વર્ષીય કુસ્તીબાજ સાગર રાણાની છત્રસાલ સ્ટેડિયમ ખાતે કથિતપણે કરાયેલી હત્યાના કેસમાં 38 વર્ષીય સુશીલ તથા અન્યો સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું. સુશીલે આગોતરા જામીન માટે અરજી નોંધાવી હતી, પરંતુ દિલ્હીની કોર્ટે તે નકારી કાઢી હતી. ઉક્ત ઘટના 4 મેએ છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજો વચ્ચે થયેલી મારામારીની છે. તેમાં કેટલાક કુસ્તીબાજો ઘાયલ થયા હતા. એમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક જણનું મૃત્યુ થયું હતું. સુશીલે 2012ના લંડન ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો હતો. એના ચાર વર્ષ બાદ, બીજિંગ ઓલિમ્પિક્સમાં એણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એ ભારતના સૌથી સફળ એથ્લીટ્સમાંનો એક ગણાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular