Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsSportsચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યાં અને કોની-કોની વચ્ચે રમાશે મેચ

ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યાં અને કોની-કોની વચ્ચે રમાશે મેચ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જેના પર લગભગ તમામ ભારત અને પાકિસ્તાનની નજર હશે તેવો ભારત પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીમાં દુબઈમાં મેચ રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. આપને જણાવી દઈએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.

ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ  

  • 19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
  • 20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
  • 21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
  • 22 ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
  • 23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
  • 24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
  • 25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
  • 26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
  • 27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
  • 28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
  • 1 માર્ચ – દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
  • 2 માર્ચ – ન્યૂઝીલેન્ડ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ 

  • 4 માર્ચ – સેમિ ફાઇનલ-1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
  • 5 માર્ચ – સેમિ ફાઇનલ-2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
  • 9 માર્ચ – ફાઈનલ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
  • 10 માર્ચ – રિઝર્વ ડે
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular