Thursday, May 29, 2025
Google search engine
HomeNewsSportsકોરોના સંકટઃ ટેસ્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમમાં ધરખમ ફેરફારોની શક્યતા

કોરોના સંકટઃ ટેસ્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમમાં ધરખમ ફેરફારોની શક્યતા

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ક્રિકેટ મેચો બંધ છે. હવે સૌથી મોટી સમસ્યા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship)ને લઈને છે. તાજેતરમાં જ કેટલીક ટેસ્ટ સીરિઝ રદ્દ થવાને કારણે હવે આ ચેમ્પિયનશિપ ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જેને લઈને હવે ચેમ્પિયનશિપના પ્રોગ્રામમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

આઈસીસી સંસ્થા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના કાર્યક્રમની સમીક્ષા કરવા અંગે વિચારી રહી છે. આઈસીસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર વર્તમાન પરિસ્થિતિને જોતાં, એફટીપી (ફ્યુચર ટૂર પ્રોગ્રામ) પર કામ કરવું પડશે કારણ કે એણે ઘણા દેશોની દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાઓને લગભગ અશક્ય બનાવી છે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે સમજી શકાય કે આ રોગચાળાની સમગ્ર FTP  પર શું અસર પડી છે.

આઈસીસીના અધિકારીએ વધુમાં કહ્યું કે, કોવિડ 19ને કારણે ક્રિકેટને જે નુકસાન થયું છે તેની શું અસર થઈ છે, જ્યારે આ અંગે કોઈ ઉંડી સમજણ બહાર આવશે, ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે.

આઈસીસી બોર્ડના સભ્યના જણાવ્યા અનુસાર આઈસીસીની બેઠકમાં જે ટેસ્ટ સીરિઝ રદ થઈ છે તેની ટેસ્ટ ચેમ્પિયનશિપ પર શું અસર થશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી 20 વિશ્વ કપ સહિતના અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. આઈસીસી કેલેન્ડર પર ફરીથી કામ કરશે અને ઓક્ટોબરની આસપાસ નિર્ણય લેશે.

ભારત હાલના સમયમાં ટેસ્ટ રેન્કિંગમાં 360 અંક સાથે પ્રથમ સ્થાન પર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular